Skip to main content
Settings Settings for Dark

નાના શહેરોમાં સ્થિતિ ગંભીર, ધોરાજીમાં નોંધાયા કોરોનાના નવા 15 કેસ

Live TV

X
  • ગુજરાતમાં કોરોના સંક્રમણની સ્થિતિ દિવસે દિવસે ચિંતાજનક બની રહી છે. ગઈકાલે અત્યાર સુધીના સૌથી વધારે 687 પોઝીટીવ કેસો નોંધાયા હતા.

    જેમાં અમદાવાદ અને સુરતમાં એક સરખા 204 કેસ નોંધાયા હતા. તો ભાવનગરમાં 21 નવા કેસ સામે આવ્યા છે. ગાંધીનગરમાં પણ 16 કેસ નોંધાયા છે. વડોદરામાં પણ છેલ્લાં ત્રણ દિવસથી કોરોના પોઝીટીવના કેસો વધી રહ્યા છે.

    વડોદરામાં પોલીસ તાલીમ કેન્દ્રમાં 20 જેટલા પોલીસ કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર હરકતમાં આવ્યું છે. અન્ય તાલીમાર્થીઓનું સ્ક્રીનીંગ કરવાનું પણ નક્કી કરાયું છે. ગઈકાલે રાજ્યમાં કુલ 18 દર્દીઓના મરણ થયા હતા. જેમાં અમદાવાદમાં 10, અને સુરતમાં 5 દર્દીઓના મરણ થયા હતા.

    રાજ્યમાં કુલ મરણ આંક 1 હજાર 906 પર પહોંચ્યો છે. રાજકોટમાં આજે પાંચ નવા કેસ નોંધાતા કુલ આંકડો 200 એ પહોંચી ગયો છે. તો નવસારીમાં વિજલપોર નગરપાલિકા માં 4 અને એરૂ ગામમાં એક કેસ મળીને 5 પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. જ્યારે ગોંડલમાં 2, જામનગરમાં 7, ભાવનગરમાં 10 અને દમણમાં 23 નવા કેસ નોંધાયા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-02-2025 Max Temp : °C Min Temp : °C
apply