Skip to main content
Settings Settings for Dark

કોરોનાથી બચવા વલસાડના કલેક્ટરે આપ્યા ત્રણ સોનેરી સૂત્રો

Live TV

X
  • જરૂર જણાશે ત્‍યારે કાયદાની કડક અમલવારી કરવા વહીવટીતંત્ર સંપૂર્ણ તત્‍પર

    વલસાડ જિલ્લામાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે..જિલ્લામા અત્યાર સુધીમાં 226 કોરોના પોઝીટીવના કેસો નોંધાઇ ચુક્યા છે જેમાં 76 દર્દી સારા થતા રજા આપી દેવાઈ છે જ્યારે 139 દર્દી હાલ સારવાર હેઠળ છે અને 5 દર્દીના મૃત્યુ થયા છે....જિલ્લામાં કોરોનાના સંક્રમણે અટકાવવા વલસાડ જિલ્લા કલેક્ટર આર.આર.રાવલે જિલ્લાની પ્રજાને નમ્ર અપીલ કરતા જણાવ્યુ હતુ કે પ્રજાના સહકાર વિના લોકતંત્રમાં વહીવટીતંત્ર હંમેશા સફળ ન થઈ શકે..આ માટે કલેક્ટરે કોરોનાથી બચવા અને સંક્રમણ ફેલાતુ અટકાવવા માટે ત્રણ સોનેરી સૂત્રો આપ્યા અને લોકોને અપીલ કરી છે કે તેઓ અંતઃકરણપૂર્વક અને અક્ષરશઃ અમલ કરે..

    1) હંમેશા માસ્ક પહેરો
    2) સેનેટાઈઝરનો ઉપયોગ કરો
    3) દો ગજ કી દૂરીનું પાલન કરો

    કોઇપણ એક વ્‍યક્‍તિની ભૂલનો ભોગ પરિવાર, આડોશ-પાડોશ, ગામ કે જિલ્લાના પ્રજાજનો ના બને તે માટે વહીવટીતંત્ર અને આરોગ્‍યતંત્રના આદેશનો અંતઃકરણપૂર્ણ અમલ કરી દરેક નાગરિક પોતાની જવાબદારી નિભાવે તે ખૂબ જ જરૂરી છે. અને જરૂર જણાશે ત્‍યારે કાયદાની કડક અમલવારી કરવા વહીવટીતંત્ર સંપૂર્ણ તત્‍પર છે. જે બાબત પણ ધ્‍યાને લેવા અનુરોધ કર્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-02-2025 Max Temp : °C Min Temp : °C
apply