અમદાવાદમાં બોપલ-ઘુમા વિસ્તારમાં આરોગ્ય સર્વે, શંકાસ્પદ લોકોના કોરોના ટેસ્ટિંગ
Live TV
-
છેલ્લા 3 દિવસમાં Rapid Antigen Test કીટથી , 250 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી માત્ર બે જ વ્યક્તિ કોરોના પોઝિટિવ આવ્યો
કોરોના મહામારીને ડામવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા, "ધનવંતરી રથ" અને "આરોગ્ય સંજીવની રથ" શરૂ કરાયા છે. આ રથ દ્વારા જે તે વિસ્તારોમાં જઈ , હેલ્થ ચેકઅપ અને કોરોનાના ટેસ્ટ કરવામાં આવે છે. આ રથની મદદથી અમદાવાદમાં કોરોનાને કાબુમાં લેવામાં પણ ઘણી મદદ મળી છે. તાજેતરમાં જ , અમદાવાદ મહાનગરપાલિકામાં સામેલ બોપલ-ઘુમા વિસ્તારમાં પણ લોકોનો આરોગ્ય સર્વે શરુ કરવામાં આવ્યો છે. આગામી 7 દિવસ સુધી આ ધનવંતરી રથ અને આરોગ્ય સંજીવની રથ , આ વિસ્તારમાં ફરીને રહેવાસીઓ તથા શંકાસ્પદ લોકોના ટેસ્ટ કરશે. જેથી કોરોના સંક્રમણની સ્થિતિ પર નજર રાખી શકાય. છેલ્લા 3 દિવસમાં Rapid Antigen Test કીટથી , 250 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી માત્ર બે જ વ્યક્તિ કોરોના પોઝિટિવ આવ્યો છે. જેને હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો છે. વિસ્તારમાં વધુ કેસો પોઝિટિવ ન આવતા આરોગ્ય વિભાગે અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે.
અમદાવાદના દક્ષિણ-પશ્ચિમ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ગુણવંતસિંહ સોલંકીએ જણાવ્યુ હતુ કે તાજેતરમાં જ બોપલ-ઘુમા વિસ્તાર કોર્પોરેશનમાં ભળ્યો છે ત્યારે આ વિસ્તારમાં જે કોઈ સિમટોમેટિક કે એસિમટોમેટિક લક્ષણો ધરાવતા વ્યક્તિ નજરે પડે તો તેમના ટેસ્ટ કરવાની કાર્યવાહી ચાલી રહી છે..રવિવારના દિવસે પણ અમારી ટીમે કબીર એન્ક્લેવ સહિતની વિવિધ સોસાયટીના શંકાસ્પદ લક્ષણો ધરાવતા લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા...જો પોઝીટીવ દર્દી આવે તો તત્કાલ સારવાર મળી રહે તે માટે પ્રયાસ હાથ ધરાશે..ધનવંતરી રથ અને હેલ્પલાઈન 104 આરોગ્ય સેવા વાન મારફતે લોકો વધુને વધુ આ સેવાનો લાભ લે તે માટે અપીલ પણ કરવામાં આવી છે..હજુ આગામી એક સપ્તાહ સુધી આ ટેસ્ટિંગ પ્રક્રિયા ચાલુ રાખવામાં આવશે..
બોપલના પાલિકાના પૂર્વ પ્રમુખ જીગીશાબેન શાહે જણાવ્યુ હતુ કે કોરોનાથી લોકોએ ગભરાવવાને બદલે લક્ષણો હોય તો ટેસ્ટ કરાવવા આગળ આવે..જેથી બોપલ વિસ્તારને સ્વસ્થ અને સુરક્ષિત રાખી શકાય..વિવિધ સોસાયટીના ચેરમેન અને સેક્રેટરીનો પણ અમે સંપર્ક કરી રહ્યા છીએ..જેથી વધુને વધુ લોકો આ નિઃશુલ્ક સેવાનો લાભ લઈ શકે..અને કોરોના ફેલાતા સંક્રમણને અટકાવી શકીએ..