સુરતમાં અલથાણા ખાતે 182 બેડનું કોવિડ કેર સેન્ટર તૈયાર
Live TV
-
માત્ર 100 કલાકમાં ઇકોફ્રેન્ડલી કાર્બોડ દ્વારા 182 બેડ મેડઇન ઇન્ડીયા કોન્સેપ્ટ હેઠળ તૈયાર કરાયા
સુરતમાં કોરોનાનો આંકડો ચિંતાજનક રીતે વધી રહયો છે. નવા આવી રહેલા કોરોનાના દર્દીઓને અધ્યતન સારવાર આપવાના ભાગરૂપે અલથાણા કોમ્યુનીટી હોલ ખાતે 182 બેડનું કોવિડ કેર સેન્ટર તૈયાર કરાયું છે જેને આજે સુરત મહાનગરપાલીકાને સુપ્રત કરાયું છે. માત્ર 100 કલાકમાં ઇકોફ્રેન્ડલી કાર્બોડ દ્વારા 182 બેડ મેડઇન ઇન્ડીયા કોન્સેપ્ટ હેઠળ તૈયાર કરાયા છે. આ બેડ સાથે ઓકસીજન લાઇન, આઠ બેડ વચ્ચે એક ટીવી, દરેક બેડ ખાતે ગરમ પાણી પીવા માટે ઇલેકટ્રીક કીટલી અને બાફ લેવાનું મશીન, પરિવારના સભ્યો સાથે વાતચીત કરવા વોકીટોકીની સગવડતા પણ ઉભી કરવામાં આવી છે. આમ દર્દી બનીને આવેલા લોકોને થોડુ હોમલી ફીલ થાય તેવુ વાતાવરણ ઉભુ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે જેથી પેશન્ટ 14 દિવસ કરતા વહેલા સાજા થઇ શકે.આ ઉપરાંત ચાર હીચકા તેમજ 40 જેટલા શૈચાલય પણ બનાવાયા છે.