પંચમહાલઃ ધન્વંતરી રથ થકી ગામેગામ આરોગ્યલક્ષી કામગીરી કરાશે
Live TV
-
પંચમહાલ જિલ્લાના હાલોલમાં પાંચ ધન્વંતરી રથ કાર્યરત કરાયા છે. હાલોલ જીઆઈડીસી એસોસિએશનના સહયોગથી કાર્યરત કરાયેલા આ ધન્વંતરી રથોને કૃષિ, પંચાયત અને પર્યાવરણ મંત્રી જયદ્રથસિંહ પરમારે લીલીઝંડી ઝંડી આપી હતી.
આ ધન્વંતરી રથો હાલોલ અને આસપાસના ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ફરીને ઔદ્યોગિક વિસ્તારોમાં રહેતા અને ઉદ્યોગોમાં કામ કરતા કર્મચારીઓની કોરોના લક્ષી સહિત અન્ય રોગોની તપાસ કરશે. પ્રથમ તબક્કામાં જી.આઈ.ડી.સી વિસ્તારો અને બીજા તબક્કામાં જે ગામોમાંથી કામદારો રોજગારી અર્થે આવે છે તેવા ગામોમાં આરોગ્યલક્ષી કામગીરી હાથ ધરાશે.
આ રથોના તમામ સાધન સામગ્રી, ડોક્ટર્સ અને સ્ટાફના વેતનનો ખર્ચ જીઆઈડીસી એસોસિયેશન દ્વારા ઉઠાવવામાં આવ્યો છે. ૧ જુલાઈ, ૨૦૨૦થી જિલ્લામાં કુલ ૨૨ ધન્વન્તરી રથો કાર્યરત થયાં છે, જેમાં બીજા ૫ રથો ઉમેરાતા કુલ જિલ્લામાં ધન્વંતરી રથોની સંખ્યા ૨૭ થઈ છે.