અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં ધનવંતરિ રથના માધ્યમથી સારવાર
Live TV
-
બોપલ-ઘુમા વિસ્તારમાં પણ આજે વિવિધ 10 સ્થળોએ ફરી રહ્યા છે ધનવંતરિ રથ
અમદાવાદમાં શરૂ કરાયેલી ધનવન્તરી રથ સેવા કોરોનાની મહામારીના સમયે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. અમદાવાદ શહેરના હજારો લોકોને ધનવન્તરી રથના માધ્યમથી સારવાર આપવામાં આવી રહી છે. ધનવન્તરી રથની સતત સારવારને લીધે શરદી, ખાંસી, તાવ અને સિવિયર રેસ્પિરેટરીના ઈન્ફેક્શનના કેસો પણ ઘટ્યા છે. ડૉક્ટર્સ, પેરામેડિકલ સ્ટાફ, ફાર્માસિસ્ટ અને દવાઓથી સજ્જ ધનવન્તરી રથ હાલ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફરીને લોકોની તપાસ કરીને દવાઓ આપી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં ગાંધીનગર લોકસભા ક્ષેત્રના ચાંદલોડીયા વિસ્તારમાં પણ મોટી સંખ્યા માં લોકોએ તેનો લાભ લીધો હતો.. સ્થાનિક કોર્પોરેટર રાજેશ્વરી બેન પંચાલ દ્વારા પણ વિસ્તારના રહીશોને જાગૃત કરવામાં આવી રહ્યા છે,
તો અમદાવાદના બોપલ-ઘુમા વિસ્તારમાં પણ છેલ્લા 17 દિવસથી ધનવંતરિ રથ અલગ અલગ વિસ્તારોમાં ફરીને કોરોનાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા લોકોના રેપિડ એન્ટિજન ટેસ્ટ કરી રહ્યા છે અને જરુરી દવાઓનું પણ વિતરણ કરવામાં આવી રહ્યુ છે..આજે પણ બોપલમાં વિવિધ 8 સ્થળોએ ધનવંતરિ રથનું આયોજન કરાયુ છે..જેમાં સોબો સેન્ટર, સનસીટી સેક્ટર-1,2, દેવદર્શન સોસાયટી, જેબી પાર્ક,વિશ્વકુંજ-1 ઘુમા, હેપ્પી હાઈટ્સ-ઘુમા, શિવાલય-2, આબાદનગર,કૃષ્ણ સારથી, આમંત્રણ બંગ્લોઝ સહિતના સ્થળોએ ધનવંતરિ રથ પરી રહ્યા છે..અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના દક્ષિણ-પશ્ચિમ ઝોનના આસિ.મ્યુનિ.કમિશનર પૃથ્વીરાજસિંહ ઝાલાએ જણાવ્યુ હતુ કે બોપલ-ઘુમા વિસ્તારમાં છેલ્લા 17 દિવસમાં કુલ 1500થી વધુ ટેસ્ટ થયા છે.જેમાં એકથી બે ટકા જેટલા લોકો જ પોઝિટીવ રહ્યા છે..બાકીના તમામ નેગેટિવ આવ્યા છે.