પાટણ: 24 માર્ચે બાલીસણામાં "ટી.બી.હારશે, પાટણ જીતશે"- ડે ક્રિક્રેટ ટુર્નામેન્ટનું આયોજન
Live TV
-
24 માર્ચે વર્લ્ડ ટી.બી.મુક્ત દિવસની ઉજવણી થવાની છે. તેના ભાગરૂપે પાટણ જીલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન શરૂ થઇ ચૂક્યું છે. પાટણ તાલુકાના બાલીસણા ગામે ટી.બી.હારશે અને પાટણ જીતશે તે મુજબના અભિયાન હેઠળ ડે ક્રિક્રેટ ટુર્નામેન્ટનું આયોજન થયું છે જીલ્લા વિકાસ અધિકારી ડી. કે પારેખના હસ્તે તેનું ઉદ્ઘાટન હતું. પ્રથમ દિવસે પાટણ જીલ્લા આરોગ્ય વિભાગ ટીમ અને રાધનપુરની ટીમ વચ્ચે મેચ યોજાઈ હતી. ક્રિકેટના માધ્યમથી સમાજમાં ટીબી પરત્વે જાગૃતિ લાવવા પ્રયાસ થઇ રહ્યો છે. આ પ્રસંગે ખેલાડીઓને ટી શર્ટ, ટોપી અને કિટનું વિતરણ પણ થયું હતું. ટુર્નામેન્ટના અંતે વિજેતા ટીમને આરોગ્ય વિભાગ દ્વારા ટ્રોફી એનાયત કરવામાં આવશે.