પ્રધાનમંત્રીએ 'આયુષ્યમાન ભારત'ના લોન્ચિંગ અંગે સમીક્ષા બેઠક યોજી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આરોગ્ય વિમા કાર્યક્રમ 'આયુષ્યમાન ભારત'ના લોન્ચિંગની તૈયારી અંગે સમીક્ષા કરી. સમાજના તમામ વર્ગને જોડવા અને વધારેમાં વધારે નાગરિકોને લાભ મળે તે માટે ભાર આપ્યો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય આરોગ્ય વીમા યોજના 'આયુષ્યમાન ભારત'ની શરૂઆત અંગે તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ માટે ઉચ્ચ અધિકારીઓ સાથે પીએમ મોદીએ બેઠક યોજી વાતચીત કરી હતી. બેઠકમાં અત્યાર સુધી થયેલા કામ અંગે પ્રધાનમંત્રી કાર્યાલય, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને નીતિ આયોગના અધિકારીઓના કામની પ્રસંશા કરી હતી. આ યોજના અંતર્ગત દરેક પરિવારને 5 લાખ સુધીનું આરોગ્ય વીમો મળી શકશે. આ સાથે જ સંપૂર્ણ ભારતમાં 10 કરોડથી વધારે ગરીબ પરિવારોને આ યોજનાનો લાભ મળશે.
અંકિત ચૌહાણ, સોશિયલ મીડિયા ડેસ્ક