પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજનાનું ઉત્પાદન વધીને 1800 દવાઓ અને 285 સર્જિકલ સાધનો સુધી પહોચ્યું
Live TV
-
પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજનાનું ઉત્પાદન વધીને 1800 દવાઓ અને 285 સર્જિકલ સાધનો સુધી પહોચ્યું. આ ઉત્પાદનો બજારની સરખામણીમાં 50થી 90 ટકા ઓછી કિંમતે ઉપલબ્ધ છે. રસાયણ અને ખાતર મંત્રાલયે જણાવ્યું કે, સરકારે આ વર્ષે 31મી ડિસેમ્બર સુધીમાં દેશમાં 10 હજાર જન ઔષધિ કેન્દ્રો ખોલવાનો નિર્ણય કર્યો છે. ગયા મહિના સુધી દેશભરમાં કુલ નવ હજાર પાંચસોથી વધુ જન ઔષધિ કેન્દ્રો ખોલવામાં આવ્યા છે. મંત્રાલયે કહ્યું કે, છેલ્લા નવ વર્ષમાં કેન્દ્રોની સંખ્યામાં 100 ગણો વધારો થયો છે અને વેચાણ 170 ગણાથી વધુ વધ્યું છે.