ભારતમાં કોવિડ-19ના કુલ કેસો 52 લાખથી વધુ, અત્યાર સુધીમાં 41,12,551 લોકો સાજા થયા
Live TV
-
ભારતમાં કોરોનાનાં સંક્રમણથી અત્યાર સુધીમાં કુલ 84,374 લોકો મૃત્યુ પામ્યા
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના તાજેતરના આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં કોવિડ-19 સંક્રમણના 96,424 નવા કેસો નોંધાયા છે, આ સાથે શુક્રવારે સવારે દેશના કુલ કેસોનો આંકડો 52,14,677 થઇ ગયો છે. મંત્રાલયની માહિતી અનુસાર 10,17,754 કેસો સક્રિય છે જ્યારે 41,12,551 લોકો સાજા થઇ ચૂક્યા છે, તેમજ સંક્રમણથી મૃત્યુ પામેલાની સંખ્યા 84,372 થઇ ચૂક્યા છે.