રાજકોટમાં છેલ્લા 15 દિવસમાં રિકવરી રેટ વધીને 76ટકા પહોંચ્યો
Live TV
-
રાજકોટ શહેર અને જિલ્લામાં એક તરફ કોરોના સંક્રમણની સ્થિતિ ચિંતાજનક છે. ત્યારે છેલ્લાં 15 દિવસના આંકડાઓએ આરોગ્ય તંત્રને રાહત આપી છે. છેલ્લાં 15 દિવસ દરમિયાન રીકવરી રેટ 53 ટકાથી વધીને 76 ટકા પર પહોંચ્યો છે.
કોરોના સંબધિત જાણકારી આપવા માટે રાજકોટ જિલ્લા કલેક્ટર ઓફિસમાં વિશેષ કંટ્રોલ રુમ તૈયાર કરવામાં આવ્યો હતો. જેમાં હવે આવનારા ફોનની સંખ્યામાં , 50 ટકાનો ઘટાડો થયો છે.
પહેલા કોવિડ હોસ્પિટલમાં સરેરાશ 600 બેડ ખાલી રહેતા હતા. હવે તે બેડની સંખ્યા વધીને સરેરાશ એક હજાર 80 પર પહોચી છે. હજુ આગામી સમયમાં રીકવરી રેટ વધારીને 85 ટકા સુધી લઇ જવાનું આયોજન છે.