કોરોનાના દર્દીને અપાતા ઇન્જેક્શનનો જથ્થો પુરતા પ્રમાણમાંઃ ફ્રુડ એન્ડ ડ્રગ કમિશ્નર
Live TV
-
ફ્રુડ એન્ડ ડ્રગ કમિશ્નર ડૉ. હેમંત કોશીયાએ રાજ્યમાં પ્રવર્તી રહેલ કોરોના મહામારી સ્થિતિ સંદર્ભમાં જણાવ્યું છે કે, દર્દીઓની સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવતા ઇન્જેક્શનનો રાજ્યમાં પુરતો જથ્થો ઉપલબ્ધ છે.
ફ્રુડ એન્ડ ડ્રગ કમિશ્નર ડૉ. હેમંત કોશીયાએ રાજ્યમાં પ્રવર્તી રહેલ કોરોના મહામારી સ્થિતિ સંદર્ભમાં જણાવ્યું છે કે, દર્દીઓની સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવતા ઇન્જેક્શનનો રાજ્યમાં પુરતો જથ્થો ઉપલબ્ધ છે. અગાઉ ઇન્ડીયન મેડીકલ એસોસિએશને અગાઉ જણાવ્યું હતું કે રેમડિસીવર ઇન્જેક્શનની બજારમાં અછત છે. આ સંદર્ભમાં આહાર અને ઔષધ નિયમન તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે રાજ્યમાં હાલ આ ઇન્જેક્શનનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. ડૉ. કોશીયાએ જણાવ્યું હતું કે અંદાજે ૬ હજાર ૮૦૦ ઇન્જેક્શનનો જથ્થો રાજ્યના દવા બજાર અને ખાનગી હોસ્પિટલોમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. અમદાવાદના સ્ટોકિસ્ટો પાસે ૧ હજાર ૪૭૬ ઇન્જેક્શનનો જથ્થો ઉપલબ્ધ છે. તેમણે એમ પણ કહ્યું હતું કે આવતીકાલે ઝાયડસ કેડીલા દ્વારા ઉત્પાદિત આશરે ૧૨ હજાર ૫૦૦ ઇન્જેક્શન રાજ્યના દવા બજાર અને ૧૧,૫૦૦ ઇન્જેક્શન ગવર્મેંન્ટ સપ્લાયમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે