રાજકોટમાં નોડલ ઓફિસરે ડોનીંગ-ડોફીંગ પર સ્ટાફને જાણકારી આપી
Live TV
-
કોરોના વોરિયર્સ કોરોનારૂપી શત્રુ સામે પી.પી.ઈ.કીટનો સાવચેતીપૂર્વક ઉપયોગ-નિકાલ કરીને સંક્રમિત થયા વગર પોતાની જીત અને સુરક્ષા નિશ્ચિત કરી શકે તે માટે રાજકોટ કોવીડ-19 હોસ્પિટલમાં ડોનીંગ અને ડોફીંગ વિભાગ બનાવવામાં આવ્યો છે.
કોરોના વોરિયર્સ કોરોનારૂપી શત્રુ સામે પી.પી.ઈ.કીટનો સાવચેતીપૂર્વક ઉપયોગ-નિકાલ કરીને સંક્રમિત થયા વગર પોતાની જીત અને સુરક્ષા નિશ્ચિત કરી શકે તે માટે રાજકોટ કોવીડ-19 હોસ્પિટલમાં ડોનીંગ અને ડોફીંગ વિભાગ બનાવવામાં આવ્યો છે. કોવીડ વોર્ડમાં નોડલ ઓફિસર અને ડોનીંગ-ડોફીંગ ટીમના હેડ તરીકે કાર્યરત ડોકટર ગોપી મકવાણાએ ડોનીંગ-ડોફીંગ એરિયા અને તેમાં સમાવિષ્ટ થતી બાબતો વિશે વાત કરતાં જણાવ્યું હતું કે " કોરોના પોઝીટીવ દર્દીઓની સારવાર માટે ફરજ નિભાવતા આરોગ્ય કર્મીઓ માટે આ વિભાગ બનાવવામાં આવ્યો છે. જેમાં આરોગ્ય કર્મીઓને ડ્યુટી જોઈન કર્યા પહેલા ડોનીંગના નિયમો અનુસાર પી.પી.ઈ.કીટ અને સાવચેતીના તમામ પગલાઓ અનુસરીને કોવીડ વોર્ડમાં દાખલ થવાનું રહે છે. અને ત્યાર બાદ કોવીડ વોર્ડમાંથી ફરજ પૂર્ણ કર્યા બાદ ડોફીંગના નિયમો અનુસાર પી.પી.ઈ.કીટ નો યોગ્ય નિકાલ કરીને સંપૂર્ણ સેનેટાઈઝ થયા પછી જ હોસ્પિટલમાંથી રજા લેવાની હોય છે.