362 જેટલા PG ડોક્ટરોને કેમ્પસમાંથી જ પ્લેસમેન્ટ અપાયું
Live TV
-
રાજ્ય સરકારે કોવિડ-19 મહામારી દરમિયાન રાત-દિવસ જોયા વિના કામ કરી રહેલા તબીબોની કામગીરીની સહાનુભૂતિપાર્વક પ્રશંસા કરી છે.
રાજ્ય સરકારે કોવિડ-19 મહામારી દરમિયાન રાત-દિવસ જોયા વિના કામ કરી રહેલા તબીબોની કામગીરીની સહાનુભૂતિપાર્વક પ્રશંસા કરી છે. પોસ્ટ ગ્રેજ્યુએશનના ફાઇનલ વર્ષના 362 જેટલા પાસ આઉટ રેસિડેન્ટ ડૉક્ટરોનું તેમની મેડિકલ કોલેજમાં જ કેમ્પસ પ્લેસમેન્ટ કરીને જે તે જિલ્લાના કલેક્ટરો, તજજ્ઞ તબીબો તરીકે નિમણૂંક આપી છે. આરોગ્ય વિભાગે સરકારી મેડિકલ કોલેજોમાંથી સ્નાતક કે અનુસ્નાતકનો અભ્યાસક્રમ પૂર્ણ કર્યો હોય તેવા તબીબોને બોન્ડના નિયમોમાં પણ છૂટછાટ આપી છે. કોઇ પણ તબીબ દ્વારા નોટિફાઇડ કોવિડ હોસ્પિટલમાં આપવામાં આવેલી સેવાને બમણા સમય ગાળાની બોન્ડ સેવા તરીકે ગણતરીમાં લેવાશે.