રાજ્યમાં ગાંધી જયંતિ પર્વે હેન્ડવૉશિંગ કેમ્પેઈન એટ નંદઘર યોજાશે
Live TV
-
આગામી ગાંધી જ્યંતીના પર્વે રાજ્યમાં હેન્ડવોશિંગ કેમ્પેઈનનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત હૅન્ડવોશિંગ કેમ્પેઈન એટ નંદઘર' કાર્યક્રમ સંદર્ભે અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારીએ એક સંકલન-સમીક્ષા બેઠક યોજી હતી.
જેમાં તેમણે વિવિધ વિભાગના અધિકારીઓને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે કાર્યક્રમનું આયોજન કરવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. બીજી ઓક્ટોબરના રોજ રાજ્યમાં પચાસ હજારથી વધુ આંગણવાડીઓમાં હાથ ધુઓ ઝુંબેશ એટલે કે, હેન્ડવોશિંગ કેમ્પેઈન યોજાશે.
રાજ્ય સરકારની સ્વચ્છતા અંગેની જનજાગૃતિ ઝુંબેશમાં રાજ્યની દરેક આંગણવાડી કેન્દ્રમાંથી 10 લાભાર્થીઓ આ કાર્યક્રમમાં જોડાશે. એટલે કે, 5 લાખથી વધુ લાભાર્થીઓને હાથ ધુઓ ઝુંબેશમાં જોડાશે.
આ કાર્યક્રમમાં જોડાનારને હાથ ધોવાના તબક્કા સમજાવાશે, આ ઉપરાંત તેમને સ્વચ્છતા જાળવવા માટેની કિટ પણ અપાશે જેમાં માસ્ક, સેનિટરી પેડ, લીક્વીડ સાબુની બોટલ અને પાર્ટિસિપેટ સર્ટીફિકેટ સામેલ હશે. સ્વચ્છતા અંગેની આ જનજાગૃતિ ઝુંબેશને 'ગીનીઝ વર્લ્ડ રેકોર્ડ'માં નોંધાવવામાં આવશે.