વડોદરાની SSG હોસ્પિટલમાં મ્યુઝિક થેરાપીથી સારવાર શરૂ કરવામાં આવી
Live TV
-
વડોદરા શહેરની પ્રસિદ્ધ એસએસજી હોસ્પિટલમા એક નવતર પ્રયોગ કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે. જેમાં હાલની કોરોના મહામારીમાં દર્દીઓ માનસિક રીતે ખૂબ જ આઘાતમાં જતા રહે છે જેના કારણે તેઓ ડિપ્રેશનનો ભોગ બને છે.
વડોદરા શહેરની પ્રસિદ્ધ એસએસજી હોસ્પિટલમા એક નવતર પ્રયોગ કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે. જેમાં હાલની કોરોના મહામારીમાં દર્દીઓ માનસિક રીતે ખૂબ જ આઘાતમાં જતા રહે છે જેના કારણે તેઓ ડિપ્રેશનનો ભોગ બને છે.ત્યારે એસએસજી હોસ્પિટલમાં મ્યુઝિક થેરાપી ટ્રીટમેન્ટ શરૂ કરવામાં આવનાર છે.જેના કારણે દર્દીઓને માનસિક તણાવમાંથી મુક્તિ મળશે. પ્રોફેશનલ સિંગરને પણ બોલાવી મ્યુઝિકલ ટ્રીટમેન્ટ આપવાથી દર્દીઓનો જુસ્સો વધશે અને માનસિક હતાશામાંથી બહાર આવશે. આ ઉપરાંત હોસ્પિટલમાં યોગા તેમજ શારીરિક કસરતો માટે ફિઝિયોથેરાપી ડોક્ટર દ્વારા પણ કસરતો કરાવવામાં આવે છે.