ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 918 કેસ નોંધાયા
Live TV
-
દેશમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના વાયરસના નવા કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 918 કેસ નોંધાયા હતા. આ સાથે છેલ્લા 24 કલાકમાં 44,225 ટેસ્ટ કરવામાં આવ્યા હતા તો બીજી તરફ 479 દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર સુધી દેશમાં કુલ 4 કરોડ 41 લાખ 59 હજારથી પણ વધુ દર્દીઓ કોરોના વાયરસને હરાવીને સાજા થયા છે. હાલ દેશમાં કુલ 6,350 કોરોના વાયરસના એક્ટિવ કેસ છે. હાલ દેશમાં કોરોનાના એક્ટિવ કેસની ટકાવારી 0.01 ટકા છે અને દર્દીઓ સાજા થવાનો દર 98.8 ટકા છે. આ સાથે અઠવાડિયાનો પોઝિટિવીટી દર વધીને 0.86 ટકા પર પહોંચ્યો છે.