ભારતમાં દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ કોવિડ રસીનો આંક 165 કરોડને પાર
Live TV
-
દેશમાં કોરોના સામે જારી જંગમાં નવા વિક્રમો સ્થપાયા છે. રસીકરણ અભિયાન હેઠળ દેશમાં અત્યાર સુધીમાં 165 કરોડથી વધુ વેક્સિન ડોઝ અપાઇ ચુક્યા છે. તો બીજી તરફ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં નવા 2 લાખ 35 હજાર 532 કેસ નોંધાયા હતા. જ્યારે 3 લાખ 35 હજાર 939 દર્દી સાજા થયા છે .
છેલ્લાં 24 કલાકમાં દેશમાં 871 લોકોના મૃત્યુ નોંધાયા છે. દેશમાં કુલ સક્રિય કેસ 20 લાખ ,04 હજાર,333 છે. દિલ્હીમાં કોવિડ-19ના નવા કેસ ઘટી રહ્યા છે. તો મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. વીતેલા 24 કલાકમાં 24 હજાર 948 નવા કેસ સામે આવ્યા હતા. રાજસ્થાન સરકારે કોરોનાની નવી ગાઇડલાઇન જારી કરી છે. તે મુજબ 1 ફેબ્રુઆરીથી ધોરણ 10 અને ધોરણ 12 ના વર્ગખંડો શરૂ કરવા મંજૂરી આપવામાં આવી છે. 10 ફેબ્રુઆરીથી ધોરણ સાત અને નવમા ધોરણ સુધીની શાળાઓ પણ ખુલી જશે.