ભારતીય રેલવેએ કોવિડનાં દર્દીઓની સારવાર માટે આઈસોલેશનની સુવિધાવાળા 4 હજાર રેલવે કોચ કર્યા તૈયાર
Live TV
-
ભારતીય રેલવેએ કોવિડનાં દર્દીઓની સારવાર માટે આઈસોલેશનની સુવિધાવાળા 4 હજાર રેલવે કોચ તૈયાર કર્યા છે. જે રાજ્યોમાં હૉસ્પિટલોની ઘટ પડશે અને રાજ્ય સરકાર જો રજૂઆત કરશે તો ભારતીય રેલવે આ ખાસ કોચ જે તે રાજ્યોને આપશે. ઓક્સિજનનાં ઝડપી પરીવહન માટે રેલ્વે વિભાગ વિશેષ ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો દોડાવશે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું છે કે, ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો માટે ગ્રીન કોરીડોર બનાવાયો છે, જેનાથી રાજ્યોને ઝડપથી અને સમયસર ઓક્સિજનનો જથ્થો મળી રહેશે. ગોયલે રાજ્યો સાથે વિસ્તૃત બેઠક કરી પરિસ્થિતિ અંગે સમીક્ષા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, રાજ્યોને 6 હજાર 177 મેટ્રીક ટન ઓક્સિજન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો. રેલવે મંત્રી પિયૂષ ગોયલે ટ્વીટર ઉપર આ માહિતી આપીને ભારતીય રેલવેએ કેટલાક કોચને આઈસોલેશનની સુવિધાથી સજ્જ કર્યા છે. ગોયલે કહ્યું કે, રેલવેએ આ પ્રકારના 94 કોચ મહારાષ્ટ્રનાં નંદુરબાર અને દિલ્હીનાં શકુર બસ્તી રેલવે સ્ટેશને ગોઠવ્યા છે.