ચામડીના રોગોમાં રાહત અને ગરમીમાં ઠંડક આપે છે 'ટાઢોળી' નામની વનસ્પતિ
Live TV
-
ચામડીના રોગોમાં રાહત આપે છે ટાઢોળી
હિમાલયમાં જોવા મળતી અતિ દુર્લભ ટાઢોળી નામની વનસ્પતિ ચામડીના રોગ સહિત ગરમીમાં પણ ઠંડકનો અનુભવ કરાવે છે. આ અતિ દુર્લભ ટાઢોળી વનસ્પતિ સાબરકાંઠા જિલ્લામાં આવેલા ઈડરિયા ગઢમાં જોવા મળે છે. ડુંગરોની હારમાળા વચ્ચે આવેલું ઈડર અજય ગઢ માનવામાં આવે છે. જોકે, ઈડર ગઢ ઉપર મંદિર, સ્થાપત્યો આવેલા છે.
ટાઢોળીને માથા ઉપર મુકતા જ શીતળતાનો અનુભવ થાય છે
જેમાં ગઢની તળેટીમાં પંચમુખી મહાદેવ મંદિર સામે ઐતિહાસિક વૈણી વછરાજનું કુંડ આવેલું છે. આ કુંડની અંદર જે વનસ્પતિ થાય છે તેને ટાઢોળી કહેવામાં આવે છે. ટાઢોળીને માથા ઉપર મુકતા જ શીતળતાનો અનુભવ થાય છે. ગુજરાતમાં ઈડર સિવાય આ વનસ્પતિ અન્ય કોઈ જગ્યાએ જોવા નથી મળતી.