ઝાયડ્સની PEGIFN ને DCGIની મંજૂરી, કોરોનાથી લડવામાં મળશે મદદ
Live TV
-
મહામારી કોરોનાની સારવારની દવાના સંશોધનમાં ઝાયડસ કેડિલાને વધુ એક સફળતા મળી છે. કંપનીએ કોવિડ-19ની સારવારમાં ઉપયોગી એવા દવા-ઇન્જેકશ બનાવી છે. આ દવાને ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા -ડી.જી.સી.આઇ. દ્વારા મંજૂરી આપાવામાં આવી છે. ડીજીસીઆઇએ ઝાયડસને પેગીલેટેડ ઈન્ટર ફેરોન અલ્ફો બી-2ના ઈમરજન્સી ઉપયોગ માટેની મંજૂરી આપી છે. જેથી હવે વયસ્ક કોવિડના દર્દીઓની સારવાર માટે પેગીફીનનો ઉપયોગ કરવામાં આવશે..