જામનગરઃ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ રક્તદાન કેમ્પમાં ઉપસ્થિત
Live TV
-
ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ જામનગર સ્થિત ભાગ્યલક્ષ્મી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાયેલ રક્તદાન કેમ્પમાં ઉપસ્થિત રહ્યા હતા.. શહેરના રાજપૂત સમાજ બોર્ડિંગ ખાતે આ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું .આ પ્રસંગે રક્તદાતાઓને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ રક્તદાન કેમ્પમાં યુવાનોની સાથે રાજ્યમંત્રી ધર્મેદ્નસિંહ જાડેજાએ પણ રક્તદાન કર્યું હતું તથા તેમણે કોવિડ મહામારીમાં મદદરૂપ થવા બદલ તમામ રક્તદાતાઓનો આભાર માન્યો હતો..