Skip to main content
Settings Settings for Dark

પાટણમાં કોરોના સંક્રમણ વધતા વહીવટી તંત્ર સજ્જ

Live TV

X
  • પાટણ જિલ્લામાં પણ પ્રતિદિન ૧૫૦ થી વધુ લોકો કોરોના પોજીટીવ આવતા પાટણ જિલ્લા વહીવટી તંત્રે રસીકરણ જડપી બનાવ્યું છે.

    સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર જાણે આફત લઈને આવી હોય તેમ તીવ્ર ગતિએ સંક્રમણ વધી રહ્યું છે. ભારત સરકાર અને રાજ સરકાર કોરોનાની બીજી લહેરથી સંક્રમિત થયેલા લોકોને બચાવવા મેડિકલ ઑક્સીજન વિદેશથી લાવીને પણ લોકોને બચાવવાની કામગીરી કરી રહ્યું છે. ત્યારે આવા કપરા સમયમાં વેકસીનેશન (રસીકરણ) જડપી બને તે ખૂબ જ જરૂરી ત્યારે પાટણ જિલ્લામાં પણ પ્રતિદિન ૧૫૦ થી વધુ લોકો કોરોના પોજીટીવ આવતા પાટણ જિલ્લા વહીવટી તંત્રે રસીકરણ જડપી બનાવ્યું છે. પાટણ શહેર ઉપરાંત ગ્રામ્ય સ્તરે પણ રસીકરણમાં વેગ આવ્યો છે.

    પાટણ જિલ્લામાં કોરોના સંક્રમણ વધતાં વહીવટી તંત્ર પણ સક્રિય બની લોકોને રસીકરણ માટે જાગૃત કરી રહ્યા છે. જિલ્લામાં પ્રથમ તબક્કામાં ૧.૩૨ લાખ લોકો કે જેમની વય ૪૫ વર્ષ કરતાં વધુ છે તેમનું રસીકરણ થઈ ચૂક્યું છે. એટલે કે ૪૦ ટકા લોકોએ રસી લીધી છે. જ્યારે ૧.૯૦ લાખ લોકો હજુ પણ રસી લઈ શક્યા નથી જો કે હવે ૧૮ વર્ષથી વધુ વયના લોકોને પણ ૧ લી મી થી રસી આપવાની હોઈ લોકો પણ સજાગ બન્યા છે. ત્યારે પાટણ શહેરના ભારતીય આરોગ્ય નિધિ ખાતે પણ પ્રતિદિન ૩૦૦ લોકો સામે ચાલીને જાગૃતિ કેળવી રસી લઈ રહ્યા છે અને આરોગ્ય વિભાગને સહયોગ આપી રહ્યા છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-02-2025 Max Temp : °C Min Temp : °C
apply