મોરબીમાં આધુનીક ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો
Live TV
-
મોરબીમાં ઉદ્યોગપતિઓના સહયોગથી આધુનીક ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ ઓકસીજન પ્લાન્ટને શરૂ કરવા માટે જરૂરી રો-મટીરીયલની તાત્કાલીક જરૂરીયાત ઉભી થઇ છે. જે માટે સિરામીક ઉદ્યોગકારો દ્વારા કોચોમાલ પુરો પાડવા માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પાસે માંગણી કરવામાં આવી છે. આ પ્લાન્ટ શરૂ થાય તો દરરોજ 1000 બોટલ ઓકસીજનનું ઉત્પાદન થઇ શકે તેવો પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે. અત્યારે ઓક્સિજનનું સ્તર ધટતા દર્દીઓને સમયસર ઓક્સિજન બોટલ મળે તો તેઓ પોતાના ઘરે પણ સારવાર શરૂ કરી શકે છે આમ મોરબીનો આ પ્લાન્ટ શરૂ કરવા કાચામાલની રાહ જોવાઇ રહી છે.