મનસુખ માંડવિયાએ એચઆઇવી, ટીબી અને રક્તદાન અંગે જાગૃતિ ઝુંબેશનો કર્યો પ્રારંભ
Live TV
-
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ આજે આંતરરાષ્ટ્રીય યુવા દિવસના પ્રસંગે કેન્દ્રના રાજ્ય કક્ષાના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. ભારતી પ્રવીણ પવારની ઉપસ્થિતિમાં એચઆઇવી, ટીબી અને રક્તદાન માટે જાગૃત્તિ માટેની ઝુબેશનો પ્રારંભ કર્યો હતો. નેશનલ એઇડ્ઝ કન્ટ્રોલ ઓર્ગેનાઇઝેશન (NACO)ના ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ભારતના સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણી નિમિત્તે થતી ભારત કા અમૃત મહોત્સવની રાષ્ટ્રવ્યાપી ઉજવણીના ભાગરૂપે યોજાયેલા આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી દેશની સરકારી શાળાઓ અને કોલેજોના 1,00,000 થી વધુ વિદ્યાર્થીઓ સાથે વર્ચ્યુઅલી જોડાયા હતા. આ વિદ્યાર્થીઓ વિવિધ માધ્યમથી જોડાયા હતા જેમાં વર્ચ્યુઅલ ઇવેન્ટ પાર્ટીસીપેશન લિન્ક, ફેસબુક, યૂટ્યુબ અને ટ્વિટરનો સમાવેશ થતો હતો. એચઆઇવી, ટ્યુબરક્યુલોસિસ અને થેલેસેમિયા જેવા રોગથી અસરગ્રસ્ત અને તેમાંથી બચેલા તથા તેની સામે લડત આપનારા ત્રણ લોકોએ ભારત સરકારની આ યોજનાએ તેમને કેવી રીતે મદદ કરી અને આ રોગો સામે લડવામાં કેવો સહકાર આપ્યો તે અંગેના પોતાના અનુભવો શેર કર્યા હતા.
સમગ્ર દેશમાંથી એક લાખ કરતાં વધુ વિદ્યાર્થીએ ઇવેન્ટમાં ભાગ લીધો તે અંગે પોતાનો આનંદ વ્યક્ત કરતાં કેન્દ્રીય મંત્રીએ નોંધ્યું હતું કે, સ્વતંત્રતા અગાઉના ભારતમાં સ્વામી વિવેકાનંદ એવી પ્રથમ વ્યક્તિ હતા જેમણે દેશના યુવાનોની શક્તિ અને તેમના સંવર્ધનની ઓળખ કરાવી હતી. તેમના માર્ગે ચાલીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુવાનોના લાભ માટે ઘણી યોજનાઓ અને સંગઠનોનો પ્રારંભ કર્યો હતો જેમાં કૌશલ્ય વિકાસ મંત્રાલય અને ‘ખેલો ઇન્ડિયા’ પ્રોગ્રામ સામેલ છે. ટીબીના મોટા ભાગના દર્દીઓ યુવા પેઢીના વય જૂથના છે. જ્યારે ગામડાનો યુવાન નક્કી કરી લેશે કે ગામડામાં કોઈ ટીબી દર્દી હોવો જોઇએ નહીં તો તે તેને હાંસલ કરીને જ રહેશે. તેમણે આ બાબતે જાગૃતિ લાવવા માટે તથા રક્તદાન કેમ્પનું આયોજન કરવા બદલ તમામ એનજીઓ તથા સીએસઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ભારતના પ્રધાનમંત્રીએ ભારતની યુવા પેઢીને આગામી 25 વર્ષ માટેના તેમના લક્ષ્યાંકો નિશ્ચિત કરવા અને ભારતની સ્વતંત્રતાની સદીના વર્ષમાં ન્યૂ ઇન્ડિયાના નિર્માણમાં તેમની સક્રિય ભાગીદારી રચવા કહ્યું છે. ટીબીને નાબૂદ કરવા તથા એચઆઇવીને પ્રસરતો અટકાવવા સંરક્ષણ દળો સાથે હાથ મિલાવીને દેશ માટે કાર્ય કરી રહેલા યુવાનોથી માંડવીયા પ્રભાવિત થયા હતા. કેન્દ્રીય મંત્રીએ તમામ માટે સારા આરોગ્યના લક્ષ્યાંકને સાથે મળીને હાંસલ કરવા સમગ્ર રાષ્ટ્રને અપીલ કરી હતી.
ડો. ભારતી પવારે રજૂઆત કરી હતી કે, દેશના યુવાનોને વધુ સંલગ્નતા અને નિર્ણય લેવાની રીતો પૂરી પાડવા માટે સરકારે કેવી રીતે સતત પ્રયાસો હાથ ધર્યા છે. તેમણે એવી મજબૂત આશા વ્યક્ત કરી હતી કે તાજેતરની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ભારતને વૈશ્વિક નોલેજ સુપરપાવર બનાવી દેશે. તેમણે જણાવ્યું હતું કે, સશક્ત યુવાન આપમા નાગરિકોને આરોગ્યપ્રદ અને અર્થપૂર્ણ જીવન પૂરું પાડવાના લક્ષ્યાંકને સિદ્ધ કરશે. ત્રીજો અને સક્ષમ વિકાસ લક્ષ્યાંક તમામને સારું આરોગ્ય અને સુખાકારી પૂરી પાડવાનો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ નવનિર્મિત ભારત 2.0 ની શક્તિઓ અને સંભાવનાઓ બહાર લાવશે.
કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણ, અધિક સચિવ (આરોગ્ય) આલોક સક્સેના, અધિક સચિવ (આરોગ્ય) કુ. આરતી આહુજા અને મંત્રાલયના અન્ય વરિષ્ઠ અધિકારીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.