મહેસાણાના 40 ગામો સંપૂર્ણ રીતે વેક્સિનેટ થતાં ગામના સરપંચોનું સન્માન કરાયું
Live TV
-
મહેસાણા ખાતે જિલ્લા કક્ષાના આરોગ્ય સુખાકારી દિવસની ઉજવણી સંપન્ન થઇ. આ પ્રસંગે જિલ્લાના 40 ગામો સંપૂર્ણ રીતે વેક્સિનેટ થતાં ગામના સરપંચોનું સન્માન કરવામાં આવ્યું હતું. 120 જેટલા અન્ય કોરોના વોરિયર્સનું પણ સન્માન કરવામાં આવ્યું હતું . સ્પેશિલિસ્ટ તબીબો, વર્ગ 4 ના કર્મયોગીઓ, ખાનગી અને એન.જી.ઓ.સાથે સંકળાયેલા તબીબોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. તે ઉપરંત કડી અને ઊંઝા ખાતે 250 mpm કેપેસિટી ધરાવતા બે ઓક્સિજન પ્લાન્ટનું રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહેસાણા જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી સહિત વહીવટી તંત્રના અધિકારીઓ, વિસનગર-વિજાપુરના ધારાસભ્ય સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.