અમદાવાદમાં કાંકરિયા ખાતે ફ્રી મેડીકલ ચેકઅપનું આયોજન કરાયું
Live TV
-
અમદાવાદમાં આજે કાંકરિયા ખાતે ફ્રી મેડીકલ ચેકઅપ નું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્ર મણીનગર બ્રાન્ચ દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કાંકરિયામાં સવારે મોર્નિંગ વોક કરવા આવનારા લોકોએ ફ્રી મેડીકલ ચેકઅપ કેમ્પનો લાભ લીધો હતો. જ્યાં ડાયાબિટીસ , બ્લડપ્રેશર તેમજ અન્ય બિમારીઓનો નિદાન કરીને તેમને દવા પણ આપવામાં આવી હતી. ખાસ કરીને જે લોકોએ રસી લીધી છે તેમને દવાઓની એક નાની મેડીકલ કીટ પણ આપવામાં આવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તંદુરસ્ત ભારત અને ફિટ ઈન્ડિયાનો જે કોન્સેપ્ટ આપ્યો છે તે અંતર્ગત લોકોનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે આ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.