રાજયમાં છેલ્લા 24 કલાકમાં 6 લાખથી વધુ લોકોનું કરાયું રસીકરણ
Live TV
-
રાજ્યમાં કોરોનાના કેસમાં દિવસેને દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા કોરોનાના કેસ 19 નોંધાયા છે.
રાજ્યમાં કોરોનાના કેસમાં દિવસેને દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા કોરોનાના કેસ 19 નોંધાયા છે. જ્યારે કોરોનાથી એક પણ વ્યક્તિનું મૃત્યુ થયું નથી. અને 27 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં જો એક્ટિવ કેસની વાત કરવામાં આવે તો 196 કેસ છે. જેમાંથી 192 લોકોની સ્થિતિ સ્ટેબલ છે. જ્યારે 4 દર્દી વેન્ટીલેટર પર છે.
રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 8,14,747 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જ્યારે રાજ્યમાં કોરોનાના કારણે કુલ મૃત્યુ આંક 10,077 થયો છે. રાજ્યમાં રિક્વરી રેટ સુધરીને 98.75 ટકા થયો છે.