મહિલાઓને મુશ્કેલીના સમયમાં વ્હારે આવેલું તાપી જિલ્લાનું વન સ્ટોપ સખી સેન્ટર
Live TV
-
તાપી જિલ્લા ખાતે આવેલું સખી વન સ્ટોપ સેન્ટર મહિલાઓ માટે વરદાનરૂપ સાબિત થઈ રહ્યું છે. સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા મહિલાનું તેના પરિવાર સાથે ફરી મિલન કરાવવામાં આવ્યું છે. અત્યાર સુધી તાપી જિલ્લાના સખી વન સ્ટોપ સેન્ટરે 127 જેટલી મહિલાઓને મુશ્કેલીના સમયમાં મદદ કરી છે. અગાઉ તાપી જિલ્લાની અભયમ ટીમે નવસારીની અભયમ ટીમ સાથે મળી એક મહિલાને તેમના પરિવારજનો સાથે મિલન કરાવ્યું હતું. ત્યારે હવે તાપી જિલ્લાના સખી વન સ્ટોપ સેન્ટરે પણ પોતાની શ્રેષ્ઠ કામગીરી બજાવી છે.