ડાંગ જિલ્લાની મહારાષ્ટ્રને જોડતી કુલ 6 બોર્ડર ચેકપોસ્ટ પર આરોગ્ય કર્મીઓની ટીમ તૈનાત
Live TV
-
મહારાષ્ટ્ર રાજ્યમાં વધી રહેલા કોરોના વાઈરસનાં કેસોને ધ્યાને લઇ ડાંગ વહીવટી તંત્ર એલર્ટ બન્યુ છે. ડાંગ જિલ્લાની મહારાષ્ટ્રને જોડતી કુલ 6 બોર્ડર ચેકપોસ્ટમાં સાપુતારા,મોટામાંળુગા, ચીંચલી,ઝાકરાઈબારી,સિંગાણા,ગલકુંડ,ખાતે આરોગ્ય કર્મીઓની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. જિલ્લાનાં આરોગ્ય વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરી જિલ્લાનાં આરોગ્યકર્મીઓને ડાંગ જિલ્લાની મહારાષ્ટ્ર સરહદને જોડતી ચેકપોસ્ટ ઉપર તૈનાત કરવામાં આવ્યા છે. ડાંગ આરોગ્યકર્મીઓની ટીમ દ્વારા દરેક ચેક પોસ્ટ ઉપર બહારથી આવનાર મુસાફરોને ફરજીયાત સ્ક્રીનિગ બાદ જ એન્ટ્રી આપવામાં આવી રહી છે. જો કે,ડાંગ જિલ્લામાં છેલ્લાં 20 દિવસથી એક પણ કોરોનાનો કેસ સામે આવ્યો નથી.