મહેસાણામાં રાષ્ટ્રીય વયશ્રી યોજના અતંર્ગત નિઃશુલ્ક સાધન સહાય વિતરણ કેમ્પનું આયોજન કરાયું
Live TV
-
સામાજીક ન્યાય અધિકારીતા મંત્રાલય ભારત સરકાર અને જીલ્લા વહીવટીતંત્રના ઉપક્રમે મહેસાણા જીલ્લામાં રાષ્ટ્રીય વયશ્રી યોજના અતંર્ગત નિઃશુલ્ક સાધન સહાય વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેની નોંધણી જીલ્લાના તમામ કોમન સર્વિસ સેન્ટર દ્વારા કરવામા આવી છે. આ યોજનામાં વૃધ્ધો માટે વિવિધ પ્રકારના સાધનો એબીમ્કોના નિષ્ણાંત દ્વારા તાલુકા કક્ષાએ ચકાસણી કેમ્પ કરીને જરૂરમંદોને નિઃશુલ્ક સાધન સહાય આપવામાં આવશે. 60 વર્ષથી વધુ વયના વડીલો નોધણી કરાવી શકશે. રૂપિયા 15 હજાર કે તેથી ઓછી આવક ધરાવતા વૃધ્ધે દાખલો, આધારકાર્ડ, બીપીએલ, રેશનીંગ કાર્ડ સાથે જીલ્લા સમાજ સુરક્ષા અધિકારીને અરજી કરવાની રહેશે.