કચ્છ જિલ્લામાં ગતવર્ષની સરખામણીએ મેલેરિયાના કેસો વધારો
Live TV
-
કચ્છ જિલ્લામાં એકતરફ વાદળછાયું વાતાવરણના કારણે લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે. કચ્છ જિલ્લામાં ગતવર્ષની સરખામણીએ મેલેરિયાના કેસો વધ્યા છે. આ વખતે કચ્છ જિલ્લામાં સદભાગ્યે ચિકનગુનિયાનાનો એકપણ કેસ જોવા મળ્યો નથી. જ્યારે ગત વર્ષની સરખામણીએ ડેન્ગ્યુના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જિલ્લાનું આરોગ્ય વિભાગ એલર્ટ થયું છે અને શહેરના વિવિધ વિસ્તારોમાં સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે. તથા રોગચાળો અટકાવવા કામગીરી પણ હાથ ધરાઇ છે. જો કે જિલ્લામાં વર્ષ 2020ની સરખામણીએ વર્ષ 2021માં મેલેરિયાના કેસોમાં 6 ટકા જેટલો વધારો થયો છે. ગતવર્ષે કચ્છ જિલ્લામાં ઓગસ્ટ મહિના સુધીની વાત કરવામાં આવે તો કુલ મેલેરિયાના કુલ 167 કેસ નોંધાયા હતા. જ્યારે ચાલુ વર્ષે ઓગસ્ટ મહિના સુધી 177 કેસો નોંધાઇ ચૂક્યા છે.