આજે વર્લ્ડ સ્પાઈનલ ઈન્જરી અવેરનેસ ડે, શેલ્બી હોસ્પિટલ દ્વારા રિહેબિલિટેશન સાયન્સ સેન્ટરનું ઉદ્દઘાટન
Live TV
-
5 મી સપ્ટેમ્બરે ભારતમાં શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પરંતુ વિશ્વ માટે આ દિવસનું બીજું એક ખાસ મહત્વ છે વિશ્વભરમાં આ દિવસને વર્લ્ડ સ્પાઈનલ ઈન્જરી અવેરનેસ ડે તરીકે મનાવવામાં આવે છે. કરોડરજ્જુની ઈજા એક એવી ઈજા હોય છે જે માણસને પેરાલિસીસ એટલે કે લકવા તરફ દોરી જાય છે.
આપણા જીવનને અપંગતા તરફ લઈ જઈ શકે છે. આજે અમદાવાદના શેલ્બી હોસ્પિટલ દ્વારા એક રિહેબિલિટેશન સાયન્સ સેન્ટરનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું છે, જેમાં કોઈ મોટી બિમારીની સારવાર બાદ કે પછી મોટી સર્જરી કરાવ્યા બાદ દર્દી માટે સામાન્ય જીવનનો માર્ગ પડકારજનક હોય છે. આ સેન્ટર દ્વારા વૈજ્ઞાનિક અભિગમથી આવા દર્દીઓને ઓછામાં ઓછી વેદનાઓ સાથે તેમની કાર્યાત્મક શક્તિ સુધી પહોંચાડે છે. તબીબી વિજ્ઞાનના આધારે રિહેબિલિટેશનના આધારે આ દર્દીઓને તકલીફ ઘટાડીને તેમની મદદ કરે છે. જેમાં ડૉકટરો દ્નારા શારીરિક, માનસિક રીતે દર્દીઓેને સારવાર આપવામાં મદદરુપ થાય છે.