આણંદ જિલ્લો બન્યો કોરોના મુકત
Live TV
-
આણંદ જિલ્લામાં કોરોનાની સારવાર આપી રહેલી હોસ્પિટલ્સમાં હવે એક પણ દર્દી સારવાર હેઠળ નથી. ગઇકાલે છેલ્લા એક દર્દી સ્વસ્થ થઇને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થતાં જિલ્લો હવે કોરોના મુક્ત બનવા તરફ આગળ વધી રહ્યો છે. છેલ્લા દોઢ વર્ષથી વર્તાઇ રહેલી કોરોના સંક્રમણના ભરડા જેવી સ્થિતીમાંથી હાલમાં આણંદ જિલ્લો મુક્ત થયો છે. જો કે, કોરોનાની ત્રીજી લહેરા આવશે તેવી ભીતિ વ્યક્ત થઇ જ રહી છે. તેથી આણંદ જિલ્લાના નાગરિકોને માસ્ક ધારણ કરીને બહાર નીકળવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અપીલ થઇ રહી છે. આણંદ જિલ્લા કલેકટર અને આરોગ્ય વિભાગ દ્વારા કોરોના ગાઈડલાઈન્સનું પાલન કરવા અપીલ કરવામાં આવી રહી છે.