વલસાડ જિલ્લામાં સંભવિત ત્રીજી લહેર સામે જિલ્લા આરોગ્ય વિભાગ સજ્જ
Live TV
-
વલસાડ જિલ્લાના નાગરિકોને કોરોનાના સંક્રમણથી બચવા માટે રસી લેવા માટેની અપીલ કરતાં જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે જિલ્લામાં જો સંભવિત ત્રીજી લહેર આવે તો જિલ્લાનો આરોગ્ય વિભાગ સજ્જ છે. સરકારી હોસ્પિટલમાં 1252 અને ખાનગી હોસ્પિટલમાં 922 બેડ મળી કુલ 2174 ઓકિસજન બેડ અને સરકારી હોસ્પિટલમાં 13 પી. એસ. એ. પ્લાન્ટની વ્યવસ્થા કરવામાં આવી છે.
હાલમાં કેરળ અને મહારાષ્ટ્ર રાજયમાં કોરોનાના કેસોને ઘ્યાને લઇ જિલ્લાની બોર્ડર પરથી આવતા વાહનોના પેસેન્જરોનું સ્ક્રીનીંગ કરવા અને જરૂર જણાય તો એન્ટીજન્ટ ટેસ્ટ કરવા માટે 4 ચેક પોસ્ટ ઊભી કરવામાં આવી છે. આ ઉપરાંત બસ ડેપો અને રેલવે સ્ટેશનો પર પણ લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવી રહ્યું છે. જિલ્લામાં વેક્સિનના 10 લાખ 50 હજાર 314 પ્રથમ ડોઝ અને 3 લાખ 13 હજાર 983 દ્વિતીય ડોઝ મળીને કુલ 13 લાખ, 64 હજાર 297 વેક્સિન ડોઝ અપાઇ ચુક્યા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 75 ટકા રસીકરણ થયું છે. જિલ્લામાં ગોરગામ, કરવડ અને કોપરલી પી.એસ.સી. માં 100 ટકા રસીકરણ થયું છે. 72 ગામોમાં પણ 100 ટકા રસીકરણ થઇ ચૂક્યું છે.