મહેસાણા: સિવિલ હોસ્પિટલ માટે વિસનગર APMC દ્વારા સેવાયજ્ઞની શરૂઆત
Live TV
-
મહેસાણા જિલ્લાના વિસનગરની સરકારી સિવિલ હોસ્પિટલ માટે વિસનગર એપીએમસી સહકારી સંસ્થા દ્વારા સેવાયજ્ઞની શરૂઆત કરવામાં આવી છે. આ સેવાયજ્ઞ અંતર્ગત કોરોના દર્દીઓને યોગ્ય સારવાર તેમજ ઓક્સિજન સીલીન્ડર પૂરું પાડવાની સેવા આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું. વિસનગર સરકારી સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનની તાતી જરૂરિયાત જોતા દાતાઓના સહયોગથી અને સ્વભંડોળથી આશરે 30 લાખ જેટલી માતબર રકમ એકત્ર કરી ઓક્સિજન પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી છે.
વિસનગર એપીએમસીના ચેરમેન અને ધારાસભ્ય ઋષિકેશ પટેલ દ્વારા પણ પોતાની ગ્રાન્ટમાંથી માતબર રકમ ફાળવી વિસનગર સિવિલ હોસ્પિટલને નવી એમ્બ્યુલન્સની સેવા પૂરી પાડવામાં આવી છે. આ ઉપરાંત વિસનગર એપીએમસી દ્વારા IMA ના ડૉક્ટરોનો સહયોગ મેળવી, વિસનગર તાલુકાના ગામે ગામ નિઃશુલ્ક આરોગ્ય ચકાસણી અને નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું તેમજ 19.44 લાખના ખર્ચે તૈયાર કરાયેલ દવાઓની કિટોનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.