Skip to main content
Settings Settings for Dark

મેડિસિન ક્ષેત્રના 2026ના નોબેલ પુરસ્કારની જાહેરાત

Live TV

X
  • મેડિસિન ક્ષેત્રના 2026ના નોબેલ પુરસ્કારની જાહેરાત: 'ઓપ્ટોજેનેટિક્સ' ક્ષેત્રની ક્રાંતિકારી શોધ માટે ત્રણ વૈજ્ઞાનિકોને સંયુક્ત પુરસ્કાર

    સ્ટોકહોમની પ્રખ્યાત કેરોલિન્સ્કા ઇન્સ્ટિટ્યૂટ ખાતે નોબેલ એસેમ્બલી દ્વારા વર્ષ 2026ના મેડિસિન ક્ષેત્રના નોબેલ પુરસ્કાર ની જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષે આ પ્રતિષ્ઠિત પુરસ્કાર વૈજ્ઞાનિકો કાર્લ ડાઈસેરોથ, પીટર હેગેમૈન અને જ્યોર્જ નાગેલને સંયુક્ત રીતે એનાયત કરવામાં આવ્યો છે. તેમને આ સન્માન 'ઓપ્ટોજેનેટિક્સ' ક્ષેત્રની ક્રાંતિકારી અને અદભુત શોધ માટે આપવામાં આવ્યું છે.

    શું છે 'ઓપ્ટોજેનેટિક્સ' અને તે કેવી રીતે કામ કરે છે?  

    આ અદભુત ટેકનિક જિનેટિક્સ અને પ્રકાશનો અનોખો સમન્વય છે. આ પદ્ધતિ દ્વારા વૈજ્ઞાનિકો મગજમાં રહેલા ચેતા કોષોને માત્ર પ્રકાશની મદદથી સક્રિય કે નિષ્ક્રિય કરી શકે છે. સરળ શબ્દોમાં કહીએ તો, આ ટેકનોલોજી મગજના કોષો માટે એક 'મોલેક્યુલર સ્વિચ' તરીકે કામ કરે છે.   

    રોસાયન્સ ક્ષેત્રે સીમાચિહ્નરૂપ સફળતા
    આ શોધના માધ્યમથી વૈજ્ઞાનિકો માટે માનવ મગજની યાદશક્તિ, લાગણીઓ અને જટિલ વર્તણૂકને ઊંડાણપૂર્વક સમજવાનું અત્યંત સરળ બન્યું છે.

    ન્યુરોસાયન્સના ક્ષેત્રમાં આ શોધને એક ક્રાંતિકારી સીમાચિહ્નરૂપ ગણવામાં આવી રહી છે. ભવિષ્યમાં આ પદ્ધતિ પાર્કિન્સન, અલ્ઝાઈમર અને ડિપ્રેશન જેવા જટિલ માનસિક તથા ન્યુરોલોજીકલ વિકારોના ઉપચાર માટે નવી દિશા ખોલી શકે છે.

    વૈજ્ઞાનિકોની આ સયુંક્ત મહેનતે મગજના અભ્યાસ ક્ષેત્રે એક નવો જ ઇતિહાસ રચ્યો છે, જેને વૈશ્વિક સ્તરે અદ્ભુત સફળતા તરીકે આવકારવામાં આવી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-10-2026 Max Temp : °C Min Temp : °C
apply