રસી યાત્રા કાર્યક્રમમાં વેક્સીનના ફાયદા સમજાવી લોકોમાં જાગૃતિ લવાઇ
Live TV
-
સંસ્થાના 1500થી વધુ વિદ્યાર્થી અને 200થી વધુ સ્ટાફ મિત્રો દ્વારા 35000 થી વધુ વ્યક્તિઓને ભગવાન જગન્નાથજીના રથવાળા રસી યાત્રા કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું
અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા નિકળે છે. ત્યારે મહામારીના સમયમાં સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ભાટ, સ્વામિનારાયણ પોલિટેકનિક ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે સંસ્થાના 1500થી વધુ વિદ્યાર્થી અને 200થી વધુ સ્ટાફ મિત્રો દ્વારા 35000 થી વધુ વ્યક્તિઓને ભગવાન જગન્નાથજીના રથવાળા રસી યાત્રા કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમણે વેકસીન માટે નોંધણી કરી વેક્સિનના ફાયદા સમજાવી જાગૃતિ લાવવા માટે પ્રયત્નો કર્યા હતાં. આ "રસી યાત્રા" કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઇ જમનાદાસ પટેલ તથા અતિથી વિશેષ તરીકે ડો. કે એન ખેર, રજિસ્ટ્રાર, ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટિ અને ટ્રસ્ટી રામકૃષ્ણ સ્વામીજી, અક્ષરપ્રકાશ સ્વામીજી અને ડાયરેક્ટર ધર્મેશ વંડરાએ હાજરી આપી હતી.