રાજકોટ એઈમ્સ હોસ્પિટલના પરિસરમાં વ્યસન મુક્તિ ક્લિનિકનો આજે કરવામાં આવ્યો પ્રારંભ
Live TV
-
રાજકોટ ખાતે એઈમ્સ હોસ્પિટલના પરિસરમાં વ્યસન મુક્તિ ક્લિનિકનો આજે પ્રારંભ કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રમાં પાન માવાનું વ્યસન રાખતા લોકોની સંખ્યા બહોળી હોવાથી તેમની કુટેવ છોડાવવા માટે આ વ્યસન મુક્તિ ક્લિનિક વિશેષ ઝુંબેશ ચલાવશે.
વિશ્વ તમાકુ નિષેધ દિવસ પ્રસંગે વ્યસન મુક્તિ ક્લિનિક આજે રાજકોટ એઈમ્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, ડૉ. સી.ડી.એસ. કટોચ દ્વારા ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું. તેમણે આ પ્રસંગે જણાવ્યુ હતું કે આ કિલનિકમાં નિષ્ણાત મનોચિકિત્સક તેમજ વ્યસન ચિકિત્સકો દ્વારા કાઉન્સેલિંગ પૂરું પાડવામાં આવશે. વ્યસન મુક્તિ ક્લિનિકનું સંચાલન ડૉ. ગાયત્રી ભાટિયાને સોંપવામાં આવ્યું છે. એઈમ્સ ખાતે ઓ.પી.ડી. વિભાગ અને ઈ- મેડીસિનની સેવા શરૂ થઈ ચૂકી છે