રાજકોટ નિર્માણાધીન AIIMS હોસ્પિટલમાં 31 ડિસેમ્બરથી OPD શરૂ કરાશે
Live TV
-
રાજકોટની ભાગોળે પરાપીપળીયા પાસે નિર્માણ પામતી એઇમ્સ હોસ્પિટલમાં આગામી તા. 31 ડિસેમ્બરથી ઓપીડી શરૂ કરી દેવાશે. કામ અધુરૂ હશે તો પણ દર્દીઓને સારવારની સુવિધા અપાશે તેવી ખાતરી રાજકોટ એઇમ્સના ડિરેક્ટરે રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરિયાને આપી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, આગામી એક-બે મહિનામાં મજૂરોની સંખ્યા પણ ડબલ કરી અને કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરિયા દ્વારા આજે રાજકોટના પરાપીપળીયા પાસે બનતી એઇમ્સના બાંધકામ સાઇટની મુલાકાત લઈને કામગીરીનું નિરીક્ષણ કર્યુ હતું.