રાજકોટ : સગર્ભાએ કોરોનાને હરાવી તંદુરસ્ત બાળકીને આપ્યો જન્મ
Live TV
-
હોસ્પીટલમાં તેમની સારી કાળજી લેવામાં વહિવટી તંત્ર ઉપરાંત ડોકટર્સ, નર્સ, તેમજ સફાઇ કર્મચારીઓએ ભગીરથ પ્રયાસ કર્યો હતો
રાજકોટની સિવિલ હોસ્પીટલમાં કોરોના ગ્રસ્ત સગર્ભા મહિલાએ કોરોનાને હરાવી અને તંદુરસ્ત બાળકીને જન્મ આપ્યો છે. હોસ્પીટલમાં તેમની સારી કાળજી લેવામાં વહિવટી તંત્ર ઉપરાંત ડોકટર્સ, નર્સ, તેમજ સફાઇ કર્મચારીઓએ ભગીરથ પ્રયાસ કર્યો હતો. રાજકોટની કોવિડ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 55 જેટલી કોરોના પોઝીટીવ સગર્ભાઓને પરીવારજનની માફક હુંફ આપી સફળ સારવાર આપાઇ છે.આ હોસ્પીટલમાં દાખલ થયેલા હેતલબેન મુધવાનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો હતો. કોરોનાની સાથે સાથે ગર્ભસ્થ માતાની સારવાર એક પડકાર બની હતી. આમ છતાં હોસ્પીટલના તબીબે સફળ પ્રસુતી કરાવી હતી અને સારવારથી આ દર્દીએ કોરોનાને પણ હરાવ્યો છે. જન્મેલ બાળકીનો કોરોના ટેસ્ટ નેગેટીવ આવ્યો છે. માતા હેતલબેને હોસ્પીટલમાં મળેલી પરિવાર જેવી હુફ બદલ વહિવટી તંત્ર તેમજ હોસ્પીટલના તમામ સ્ટાફનો આભાર માન્યો હતો.