રાજ્યમાં સૌ પ્રથમ પોરબંદરમાં હોસ્પિટલમાં જ શિશુ સ્વાગત કેન્દ્રનો પ્રારંભ
Live TV
-
ગુજરાત રાજ્યમાં હોસ્પિટલ સાથે સંકળાયેલા સૌ પ્રથમ શીશુ સ્વાગત કેન્દ્રનો પોરબંદરમાં પ્રારંભ થયો છે. આ શીશુ સ્વાગત કેન્દ્રનો પ્રારંભ થતા પોરબંદર પંથકમાં ત્યજી દેવાયેલા નવજાત શીશુઓને નવજીવન મળશે. પોરબંદર શહેર તેમજ જિલ્લામાં અનેક વખત ત્યજી દેવાયેલા નવજાત શીશુ મળી આવ્યાની ઘટનાઓ બની છે.
આવા સંજોગોમાં શીશુની સંભાળ માટે, રાજ્ય સરકાર દ્વારા હોસ્પિટલ સાથે સંકળાયેલા સૌ પ્રથમ શીશુ સ્વાગત કેન્દ્રનું પોરબંદરની લેડી હોસ્પિટલ ખાતે આરંભ થયો છે. પોરબંદરના ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયાની ગ્રાન્ટમાંથી શીશુ સ્વાગત કેન્દ્ર નિર્માણનો ખર્ચ ઉઠાવવામાં આવ્યો છે.
તાજા જન્મેલા બાળકને કોઇ આ શીશુ સ્વાગત કેન્દ્ર સુધી પહોંચાડે તો સરકારી તંત્ર દ્વારા તેની સાર સંભાળ લેવામાં આવશે અને યોગ્ય દંપતીને દત્તક આપવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે. કેન્દ્રના વિધીવત ઉદઘાટન પ્રસંગે જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી હોસ્પિટલના આર.એમ.ઓ. એન. ઠાકોર તથા સિવિલ સર્જન સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.