વડોદરાઃ મહિલા ડૉક્ટરે ઑનલાઈન સારવાર કેમ્પ થકી ટ્રીટમેન્ટ શરૂ કરી
Live TV
-
વિશ્વમાં જે રીતે કોરોના મહામારીનું સંક્રમણ વધી રહ્યું છે, તેને કારણે કોરોના સિવાયના અન્ય દર્દીઓ કોઈ પણ અન્ય બીમારી માટે દવાખાનમાં જતા ગભરાઈ રહ્યાં છે. ત્યારે વડોદરાનાં એક મહિલા તબીબે તેમના અન્ય સાથી મિત્રો સાથે મળીને આવા દર્દીઓ માટે ઓનલાઇન સારવાર કેમ્પનું આયોજન કર્યું છે.
જેમાં દેશ વિદેશનાં 400થી વધુ કોરોના સિવાયના દર્દીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ ઓનલાઇન નિદાન અને સારવાર કેમ્પમાં ભારત સિવાય પણ અન્ય દેશના દર્દીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. અહીં દરેક દેશના દર્દીને તેમનાં દેશના સમય પ્રમાણે ઓનલાઈન એપોઇન્ટમેન્ટ આપવામાં આવે છે.