રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસ વધતા, માસ્કના નિયમો ફરજીયાત કરાયા
Live TV
-
દેશમાં ગત છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 2,067 કેસ નોંધાયા છે. જ્યારે એક હજાર 547 દર્દીઓ સાજા થયા છે. તો 40 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે. દેશમાં કુલ સક્રિય કેસની સંખ્યા 12,340 છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 186 કરોડ 90 લાખથી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યુ છે. તો બીજી તરફ દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1 હજાર 9 કેસ નોંધાયા હતા તો એક દર્દીનુ મૃત્યુ પણ થયુ છે. સામે 314 દર્દી સાજા થયા હતા. ત્યારે સતત વધી રહેલા કોરોનાના કેસને જોતાં ફરી એક વખત દિલ્હીમાં જાહેર સ્થળો પર માસ્ક ફરજીયાત કરી દેવામાં આવ્યું છે. માસ્ક નહીં પહેરનારને 500 રૂપિયા દંડ થશે. તો આ તરફ ગુજરાતમાં બુધવારે કોરોનાના નવા 13 કેસ નોંધાયા હતા. જ્યારે 12 દર્દી સાજા થયા હતા. રાજ્યમાં બુધવારે 67 હજાર 300થી વધારે લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. રાજ્યમાં કોવિડથી સાજા થવાનો દર 99 ટકાથી વધારે રહ્યો હતો.