આજનો દિવસઃ આજે CISFનો 53મો સ્થાપના દિવસ અને વિશ્વ કિડની દિવસ
Live TV
-
આજે કિડની દિવસઃ
શરીરમાં કિડનીના મહત્વ અને કિડનીના રોગોની અસર અને રોગોના ઘટાડા અંગે જાગૃતિ માટે વિશ્વ કિડની દિવસ ઉજવાય છે. માર્ચના મહિનાના બીજા ગુરુવારે કિડની દિવસ ઉજવાય છે. કિડની હેલ્થ ફોર ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ નેફ્રોલોજી અને ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ કિડની ફાઉન્ડેશન દ્વારા 2006થી આ દિવસ ઉજવવાની શરૂઆત કરાઈ હતી. કિડની ખરાબ થવાના કારણ શું છે, તેનાથી લોકો માહિતગાર થાય તે ખૂબ જરૂરી છે. આ વર્ષે 'કિડની હેલ્થ ફોર ઑલ' થીમની પસંદગી કરાઈ છે.
CISFનો 53મો સ્થાપના દિવસઃ
કેન્દ્રીય ઔધોગિક સુરક્ષા દળ (CISF)નો આજે 53મો સ્થાપના દિવસ છે. 1969માં આજના દિવસે CISFની સ્થાપના ભારતીય સંસદના કાયદા હેઠળ કરાઈ હતી. CISF એક્ટ 1968 હેઠળ ત્રણ બટાલિયનની રચના કરવામાં આવી હતી. સરકારી અને ઔદ્યોગિક ઇમારતોની સુરક્ષા અને દેખરેખની જવાબદારી CISFને સોંપવામાં આવી છે. કેન્દ્રીય ઔધોગિક સુરક્ષા દળના વીર જવાનોને સ્થાપના દિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ.