Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં કોરોનાના નવા 71 કેસ સાથે સાજા થવાનો દર 99.03 ટકા

Live TV

X
  • રાજ્યમાં કોરોનાના કેસમાં દિન-પ્રતિદિન ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે આજે રાજ્યમાં કોરોનાના નવા કેસોમાં ગઈકાલની સરખામણીએ આંશિક વધારો નોંધાયો છે. રાજ્યમાં કોરોનાના આજે નવા 71 કેસ નોંધાયા છે. તો રાજ્યમાં આજે કોરોનાથી એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. આજે 140 દર્દી કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયા છે. રાજ્યના મહાનગરોમાં નોંધાયેલા કોરોના કેસમાં અમદાવાદમાં આજે નવા 31 કેસ નોંધાયા છે. વડોદરામાં 16, રાજકોટમાં 3, સુરતમાં 1 અને ગાંધીનગરમાં 3 નવા કેસ નોંધાયા છે. આણંદ, અરવલ્લી, ભરૂચ, ભાવનગર, બોટાદ, કચ્છ, ખેડા, છોટાઉદેપુર વગેરે જિલ્લાઓમાં કોઈ કેસ નોંધાયા નથી. 
     
    હાલ રાજ્યમાં કુલ 914 એક્ટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 6 દર્દી વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યાં છે. અત્યાર સુધીમાં કુલ 12,11,413 દર્દી કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયા છે. તો કુલ 10,935 દર્દીએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે. અત્યાર સુધીમાં કુલ 10,34,26,153 લોકોને કોરોનાની રસી અપાઇ છે. જેમાં આજે 36,843 લોકોને કોરોનાની રસી અપાઈ છે. 

X
apply