રાજ્યની પ્રાથમિક શાળાના 2 લાખથી વધુ શિક્ષકોને આજે કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન-CPR તાલીમ અપાશે
Live TV
-
રાજ્યની પ્રાથમિક શાળાના 2 લાખથી વધુ શિક્ષકોને આજે કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન-CPR તાલીમ અપાશે
રાજ્યની પ્રાથમિક શાળાના 2 લાખથી વધુ શિક્ષકોને કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન-CPR તાલીમ અપાશે. આ એક દિવસીય તાલીમ 3 ડિસેમ્બર એટલે કે આજે અને 17મી ડિસેમ્બરે બે તબક્કામાં યોજાશે. શિક્ષણમંત્રી કુબેર ડિંડોર ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતેથી CPR તાલીમનો શુભારંભ કરાવશે.
ગાંધીનગરના વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં શિક્ષણમંત્રીની અધ્યક્ષતામાં તબીબી એસોસિયેશન અને વિવિધ શિક્ષણ સંઘો વચ્ચે યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું કે, રાજ્યમાં 37 મેડિકલ કોલેજો તથા અન્ય 14 સ્થળો પર 2500થી વધુ ડૉક્ટરો અને તબીબી વ્યવસાયિકો સંપૂર્ણ સૈદ્ધાંતિક અને પ્રેક્ટિકલ તાલીમ આપશે. સુરેન્દ્રનગરની સી. યુ. શાહ મેડિકલ કોલેજ ખાતે સવારે 9 થી સાંજના 5 વાગ્યા સુધી યોજાનારી આ તાલીમમાં કુલ 8 બેચમાં સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા તેમજ શિક્ષણ ક્ષેત્રે કામગીરી કરતા 2400 જેટલા અધિકારીઓ-કર્મચારીઓને તાલીમ આપવામાં આવશે.