Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં ડબલ ઋતુના લીધે વાઇરલ ફિવર અને સ્વાઇન ફ્લૂના કેસમાં વધારો

Live TV

X
  • રાજ્યના આરોગ્ય કમિશ્નર જયંતિ રવિએ જણાવ્યું હતું  કે છેલ્લા 24 દિવસમાં સ્વાઇન ફ્લુના કેસો નિયંત્રણમાં છે

    રાજ્યમાં ડબલ ઋતુના લીધે વાઇરલ ફિવર અને સ્વાઇન ફ્લૂના કેસમાં વધારો થઇ રહ્યો છે. રાજ્યના આરોગ્ય કમિશ્નર જયંતિ રવિએ જણાવ્યું હતું  કે છેલ્લા 24 દિવસમાં સ્વાઇન ફ્લુના કેસો નિયંત્રણમાં છે. રાજ્યમાં વધી રહેલા સ્વાઇન ફ્લૂના કેસોને નિયંત્રણમાં રાખવા માટે  રાજ્ય સરકાર દ્વારા પૂરતા પગલા લેવામાં આવ્યા છે. જેના લીધે સપ્ટેમ્બર મહિનામા  સ્વાઇન ફ્લૂના 375 કેસમાંથી  150 કેસો સાજા થઇ ગયા છે. જ્યારે 215 કેસ  એટલે કે 57.33 ટકા કેસ  સારવાર હેઠળ છે. જ્યારે 10 લોકોના મૃત્યુ થયા છે.

    સ્વાઇન ફ્લૂના સૌથી વધુ કેસ અમદાવાદ અને વડોદરા જેવા શહેરી વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે. આ અંગે જયંતિ રવિએ જણાવ્યું હતું  કે મેડિકલ કોલેજ અને હોસ્પિટલોમાં  500 જેટલા આયસોલેશન વોર્ડ તૈયાર છે. જ્યારે બાળકો માટે પિડીયાટ્રિક વોર્ડ પણ  પુરતા પ્રમાણમાં છે. સ્વાઇન ફ્લૂને લગતી રસી પણ  પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોવાનું  તેમણે જણાવ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 03-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-02-2025 Max Temp : °C Min Temp : °C
apply