PM JAY યોજના અંતર્ગત અરવલ્લી જિલ્લાના ૭૭૪૨૭ પરિવારોને આવરી લેવાશે
Live TV
-
આયુષમાન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજનાનો લોકાર્પણ કાર્યક્રમ જિલ્લા વિકાસ અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને કોટેજ હોસ્પિટલ, કોન્ફરન્સ હોલ, ભિલોડામાં યોજાયો
કોટેજ હોસ્પિટલ, કોન્ફરન્સ હોલ, ભિલોડાના આયુષમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો લોકાર્પણ કાર્યક્રમ જિલ્લા વિકાસ અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતાં. આયુષમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના માટે અરવલ્લી જિલ્લામાં ૭૭૪૨૭ પરીવારને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ આપવામાં આવશે. જેમાં વર્ષ-૨૦૧૧ના એસ.ઇ.સી.સી.ના લાભાર્થીઓને આવરી લેવામાં આવેલ હતાં.
આ પ્રસંગે કોટેજ હોસ્પિટલ ભિલોડાના અધિક્ષકશ્રી, ર્ડાકટર સ્ટાફ, અગ્રણીઓ, કાર્યકરો વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.