Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં સ્વાઈન ફ્લૂનો વધતો વ્યાપ, આરોગ્ય વિભાગે સતર્કતાના પગલાં લીધાં 

Live TV

X
  • ભાવનગરની ,સર.ટી. હોસ્પિટલમાં સ્વાઈન ફ્લૂના કેસમાં ભારે વધારો થયો છે ત્યારે પહેલી ઓક્ટોબરે અહીં આશીયાનાબેન સૈયદ નામની મહિલાનું મોત નીપજ્યું છે. અત્યાર સુધીમાં સર.ટી. હોસ્પિટલમાં 29 કેસ નોંધાયા છે. 

    જે પૈકી 12 કેસ પોઝીટીવ આવ્યા હતા જેમાં ૬ લોકોના સારવાર દરમ્યાન મોત નીપજ્યા હતા. જયારે 9 દર્દીઓને સારું થઇ જતાં તેમને રજા આપી દેવામાં આવી છે. હજુ 11 દર્દીઓ શંકાસ્પદ સ્વાઈનફ્લૂને લઈને સારવાર લઇ રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા ખાસ અહીં 70 બેડનો અત્યાધુનિક આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. 

    અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી સ્વાઇન ફ્લુના દર્દીઓમાં વધારો થતાં રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા સતર્કતાના પગલા લેવામાં આવી રહ્યા છે. સ્વાઇનફ્લૂનું મુખ્ય કારણ ચોમાસાની ઋતુનું સમાપન અને શીયાળાની ઋતુની શરૂઆતની બેવડી ઋતુની અસરને લીધો લોકોમાં તાવ, ખાંસી અને શરદી જેવી બીમારીઓ જોવા મળે છે. 

    તેના લીધે સ્વાઇન ફ્લૂના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. આ માટે અમદાવાદની સોલા સીવીટ હોસ્પિટ ખાતે આવા દર્દીઓની ખાસ સારવાર માટે આઇસોલેટેડ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં અત્યાર સુંધીમાં સાત દર્દીઓને સારવાર અપાઇ છે. તેમાં ત્રણ કેસ પોઝીટીવ જણાતા તેમને ખાસ સારવાર હેઠળ રાખ્યા તેમ ડો. અજેશ દેસાઇએ જણાવ્યું હતું. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 03-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-02-2025 Max Temp : °C Min Temp : °C
apply